સ્નાતકકક્ષાનાં ચોથા રાઉંડમાં જે વિદ્યાર્થીઓને જે પણ કોલેજમાં એડમીશન મળે છે તેઓએ તા. ૧૦.૦૯.૨૦૨૪ થી તા. ૧૪.૦૯.૨૦૨૪ સુધીમાં ટોકન ફી ભરી તા.૨૦.૦૯.૨૦૨૪ સુધીમાં જે તે કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનુ રહેશે. તેમજ અગાઉ ટોકન ફી ભરેલ છે તેઓએ પણ તા.૨૦.૦૯.૨૦૨૪ સુધીમાં જે તે કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનુ રહેશે. અન્યથા તેઓનું નામ મેરીટમાંથી નીકળી જશે અને તેઓને પછીના પાંચમા રૂબરૂ કાઉન્સેલિંગ રાઉન્ડમાં બોલાવવામાં આવશે નહીં અને ભવિષ્યમાં એડમીશન બાબતે કોઇ હક્ક/દાવો ગ્રાહ્ય રહેશે નહી જેની વાલીઓએ તથા વિદ્યાર્થીઓ નોંધ લેવી.
તેમજ જેઓએ અગાઉના તમામ રાઉન્ડમાં એડમીશન કન્ફર્મ કરાવેલ છે તેઓએ પણ તા.૨૦.૦૯.૨૦૨૪ સુધીમાં જે તે કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનુ રહેશે અન્યથા તેઓનું નામ કોલેજમાંથી નીકળી જશે અને ભવિષ્યમાં એડમીશન બાબતે કોઇ હક્ક/દાવો ગ્રાહ્ય રહેશે નહી જેની વાલીઓએ તથા વિદ્યાર્થીઓ નોંધ લેવી.
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં કોમન એડમીશન પ્રવેશ પ્રક્રિયા-૨૦૨૪-૨૫ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને ટોકન ફી ભરેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કેન્સલ કરવાની તથા ફી રીફંડ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ તા. ૨૦.૦૯.૨૦૨૪ છે. ત્યારબાદ પ્રવેશ રદ કરાવનાર કોઇ પણ વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવામાં આવશે નહી.
નિયત સમય મર્યાદામાં પ્રવેશ કેન્સલ કરાવેલ નહીં હોય તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવામાં આવશે નહી.
એડમિશન કેન્સલ કરાવવા તથા ટોકન ફી રિફંડ મેળવવા માટેની સૂચના જોવા માટે અહી ક્લિક કરો
ખાસ અગત્યની સૂચના જોવા અહી ક્લિક કરો