પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓએ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી
ત્રીજા રાઉન્ડમાં પ્રથમ તેમજ અન્ય કોઈપણ ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે, તેઓ માટે અગત્યની સૂચના:
ત્રીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ તેમજ અન્ય કોઈપણ ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે તેમણે જરૂરી ટોકન ફી (વિદ્યાર્થીઓ માટે રૂ.૮૨૦૦/- અને વિદ્યાર્થિનીઓ માટે રૂ.૩૨૦૦/) તા.૨૮/૦૮/૨૦૨૫ થી તા.૦૨/૦૯/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ભરી તા.૨૮/૦૮/૨૦૨૫ થી તા.૦૩/૦૯/૨૦૨૫ સુધીમાં સાંજે ૦૫.૩૦ કલાક સુધી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થઈ જવાનું રહેશે. પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓએ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઓરિજનલ સર્ટિફિકેટ તથા બે સેટ ઝેરોક્ષ સાથે રાખવા તેમજ બાકીની ફી રૂ ૫૫૦૦/- ડીપોજીટ રૂબરૂ પ્રવેશ મળેલ કોલેજ ખાતે ભરવાની રહેશે. સમય મર્યાદામાં કોલેજ ખાતે હાજર નહીં થનાર ઉમેદવારોનો પ્રવેશ રદ્દ ગણવામાં આવશે અને પછીના રાઉન્ડમાં મેરીટ લિસ્ટમાંથી કમી થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી
ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી, તેઓ માટે અગત્યની સૂચના:
જે વિદ્યાર્થીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી તેમણે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં અને તેઓએ ચોથા ઓફ લાઈન રાઉન્ડની જાહેરાત માટે રેગ્યુલર વેબસાઇટ જોતાં રહેવાનું રહેશે.
ત્રીજા રાઉન્ડની અગત્યની તારીખો જોવા અહી ક્લિક કરો
ખાસ અગત્યની સૂચના જોવા અહી ક્લિક કરો
એડમિશન કેન્સલ કરાવવા તથા ટોકન ફી રિફંડ મેળવવા અંગેની માહિતી જોવા અહી ક્લિક કરો
જે વિદ્યાર્થીઓએ એક કરતા વધુ પ્રોગ્રામ કેટેગરીમા એડિમશન મળતું હોય તેવા ઉમેદવારો માટે અગત્યની સૂચના:
જે વિદ્યાર્થીઓએ એક કરતા વધુ પ્રોગ્રામ કેટેગરીમા એડિમશન મળતું હોય તેવા ઉમેદવારોએ તેઓની પસંદગીની કોઈ એક પ્રોગ્રામ કેટેગરીમા ટોકન ફી (વિદ્યાર્થીઓ માટે રૂ.૮૨૦૦/- અને વિદ્યાર્થિનીઓ માટે રૂ.૩૨૦૦/-) તા.૨૮/૦૮/૨૦૨૫ થી તા.૦૨/૦૯/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ભરી તા.૨૮/૦૮/૨૦૨૫ થી તા.૦૩/૦૯/૨૦૨૫ સુધીમાં સાંજે ૦૫.૩૦ કલાક સુધી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થઈ જવાનું રહેશે. પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓએ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. સમય મર્યાદામાં ટોકન ફી નહીં ભરનાર તેમજ કોલેજ ખાતે હાજર નહીં થનાર ઉમેદવારોનું નામ પછીના રાઉન્ડમાં મેરીટ લિસ્ટમાંથી કમી થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઓરિજનલ સર્ટિફિકેટ તથા બે સેટ ઝેરોક્ષ સાથે રાખવા તેમજ બાકીની ફી રૂ ૫૫૦૦/- ડીપોજીટ રૂબરૂ પ્રવેશ મળેલ કોલેજ ખાતે ભરવાની રહેશે.
જે વિદ્યાર્થીઓને એક કરતા વધુ પ્રોગ્રામ કેટેગરીમા પ્રથમ ચોઈસ પર જ બંને પ્રોગ્રામ કેટેગરીની કોલેજોમાં એડિમશન મળતું હોય તેવા ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કોલેજ ખાતે જ હાજર થવાનું રહેશે